નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમમના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં કોરોનાના મૃત્યુના આંકડાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યુ છે. જેના લીધે ઘણી વખત મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં 26 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 29,689 કેસ નોંધાયા છે. તે ઉપરાંત કોરોના સંક્રમણથી વધુ 415 લોકોના મોત થયા છે. આ દરમિયાન સારવાર બાદ 42,363 લોકો કોરોના વાયરસતી મુક્ત થયા છે.
આ સાથે ભારતમા કોરોના સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા 3,06,21,469 છે.
દેશમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા હાલ 3,98,100 છે અને અત્યાર સુધી આ જીવલેણ મહામારીથી અત્યાર સુધીમાં 4,21,382 લોકોના મોત થયા છે.
નોંધનિય છે કે, દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં કરોડો લોકો કોરોના મહામારીના ભરડામાં ફસાયા છે અને લાખો લોકોના મોત થયા છે. તો બીજી બાજુ સરકાર અને વૈજ્ઞાનિકો દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસના + વેરિયન્ટ બાદ હવે કપ્પા વેરિયન્ટનો ભય સતાવી રહ્યો છે. કોરોના વાયરસના અત્યાર સુધી ઘણા વરિયેન્ટ આવ્યા છે.