કેન્દ્ર સરકારે કોરોનામાં પોતાના જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જેને મંજૂરી મળી હતી.
સરકાર તરફથી તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કરી રહેલા પત્રકારોની સારવાર માટે પણ મદદની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ યોજના હેઠળ અત્યારસુધી કોરોનામાં જીવ ગુમાવનારા પત્રકારોના 123 પરિવારને આર્થિક મદદ મળી ચુકી છે. હાલમાં કુલ 139 પરિવારોને આર્થિક મદદ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
હવે કેન્દ્ર સરકારે કોરોનામાં પોતાના જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારતા આવા પરિવારોને મદદ મળશે.