દેશમાં લોકડાઉન વધતું જાય છે અનેહવે ત્રીજા તબબકકા નું લોકડાઉન ચાલુ છે જે હવે17 મેં સુધી લંબાયું છે ત્યારે લોકડાઉન ખુલતા જ દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ 3થી ફ્લાઇટ્સ શરૂ થનાર છે અને તેમાં ઓથોરીટી દ્વારા કોરોના નું સંક્રમણ ન લાગે તે માટે દરેક એરલાઇનના પ્રવાસીઓના અલગ એન્ટ્રી ગેટ અને બેગેજ માટે અલ્ટ્રા વાયલેટ ટનલ ની વ્યવસ્થા અને ચેક-ઇન કાઉન્ટર આપવામાં આવશે
એરપોર્ટ પર ખાણીપીણીની દરેક દુકાનો ખુલી રાખવામાં આવશે જેથી એક જગ્યાએ લોકોની ભીડ એકઠી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. દિલ્હી એરપોર્ટ પર લોકડાઉન ખુલ્યા બાદ ટર્મિનલ 3થી પ્રવાસીઓ માટે કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવામા આવશે. ભીડથી બચવા માટે વિમાન કંપનીઓ માટે એન્ટ્રી ગેટ, સેલ્ફ ચેક ઇન મશીન અને ચેક ઇન બે એલોટ કરવામાં આવશે. તેથી દરેક એરલાઇનના પ્રવાસીઓના એન્ટ્રી ગેટ અને ચેક ઇન બે અલગ હશે.
અધિકારીએ જણાવ્યું કે કોઇ એક જગ્યાએ ભીડ એકઠી ન થાય તેના માટે એરપોર્ટ ઓથોરિટીએ એક યોજના બનાવી છે.
એરપોર્ટ ઓથોરિટીએ જે પ્લાન બનાવ્યો છે તે પ્રમાણે ઇન્ડિગો અને વિસ્તારાથી ઉડાન ભરનારા લોકો માત્ર ગેટ નંબર એક અને બેમાંથી એન્ટ્રી કરી શકશે.
આ બન્ને એરલાઇન્સના પ્રવાસી એ, બી અને સી લાઇનમાં ચેક ઇન કરી શકશે. અહીં એરલાઇન્સનો સ્ટાફ પ્રવાસીઓના ચેકઇનમાં મદદ કરશે.
એર એશિયા અને એર ઇન્ડિયાના પ્રવાસીઓ ગેટ નંબર 3 અને 4નો ઉપયોગ કરી શકશે. આ પ્રવાસીઓને ચેક ઇન માટે ડી, ઇ અને એફ કતાર આપવામાં આવશે. આમ કોરોના ઇફેક્ટ ને લઈ એરપોર્ટ ઓથોરિટી એ પોતાના નિયમો માં બદલાવ કર્યા છે જેથી ઇન્ફેક્શન થી બચી શકાય જોકે લોકડાઉન ખુલ્યા બાદ આ ફ્લાય કરી શકાશે.
