નવી દિલ્હીઃ કોરાના વાયરસની મહામારીનો સામનો કરી રહેલા ભારત સામે વધુ એક નવી આફત ઉભી ગઇ છે. આજે મંગળવારે ભારતમાં H5N1 એટલે બર્ડ ફ્લૂના સંક્રમણથી પહેલી મોતની ઘટના નોંધાઇ છે. બર્ડ ફ્લૂથી દિલ્હીમાં એક 11 વર્ષના બાળકની મોત થઇ છે. ત્યારબાદ આ દર્દીના સંપર્કમાં આવેલ દિલ્હી એઇમ્સના તમામ સ્ટાફને સાવધાનીના ભાગરૂપ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
ભારત હજી પણ કોરોના વાયરસની મહામારી સામે સંઘર્ષ કરી રહ્યુ અને હવે ત્રીજી લહેરનો ખતરો ઉભો છે. એવા સમયે કેરળમાં ઝીકા વાયરસના કેસોએ સરકારની ચિંતા વધારી છે. હવે બર્ડ ફ્લૂથી બાળકના મોત બાદ સરકાર સામે નવા પડકારો ઉભા થઇ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે કેરળમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના કૂલ 38 કેસ નોંધાઇ ચૂક્યા છે.
તેન પહેલા જ ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળ સહિત દેશના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવવા લાગ્યા હતા. ત્યારબાદ આ રાજ્યોમાં પોલિટ્રી બિઝનેસને કેટલાક દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.