દેશમાં વેક્સિનેશનને લઈને મોટા સમચાર આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કહેર વચ્ચે પીએમ મોદીએ કોરોના પરની બેઠકમાં નિર્ણય લેતાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ 1 મેથી વેક્સિન લગાવવામાં આવશે. કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવા વેક્સિનેશને જોર આપવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલુ કરાયા પછીથી અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોમાં વેક્સિનેશન થયું.
Govt of India announces liberalised & accelerated Phase 3 strategy of COVID-19 vaccination from May 1; everyone above the age of 18 to be eligible to get vaccine pic.twitter.com/7G3WbgTDy8
— ANI (@ANI) April 19, 2021
દેશમાં કોરોના વેક્સિનના પ્રથમ તબક્કામાં ડોક્ટરો સહિત કોરોના વોરિયર્સને વેક્સિનેશન અપાયું હતું. જે પછીથી બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને તેમજ 45 વર્ષથી વધુ વયના પરંતુ જેઓને બીમારી હોય તેઓને વેક્સિન આપવામાં આવી હતી. હવે ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.
દેશમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. દુનિયા ભરના છેલ્લા સપ્તાહના 30 ટકા કેસ ફક્ત ભારતમાં વધ્યા છે. આ સાથે ભારતમાં જ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 64 ટકાનો વધારો થયો છે. ભારતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોનાના કુલ 1489304 કેસ નોંધાયા છે. જે છેલ્લા સપ્તાહમાં 64 ટકાનો વધારો બતાવે છે. અમેરિકામાં સપ્તાહમાં 2 ટકા કેસના વધારા સાથે કુલ 491299 નવા કેસ વધ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 455128 નવા કેસમાં વધારો થયો છે પરંતુ છેલ્લા સપ્તાહમાં -7ટકાનો ઘટાડો થયો છે. તૂર્કીમાં 17 ટકાનો વધારો થઈને 414312 નવા કેસ નોંધાયા છે. ફ્રાંસમાં છેલ્લા સપ્તાહમાં 236397 નવા કેસ વધ્યા છે. આમ દુનિયા ભરના છેલ્લા સપ્તાહના 30 ટકા કેસ ફક્ત ભારતમાં વધ્યા છે.