હાલ દેશ માં કોરોના ની મહામારી ચાલી રહી છે અને કોરોનાગ્રસ્ત પેશન્ટ ના ઘર ના દરવાજા ઉપર કોરોના નું બોર્ડ મારી દેવાતાં જેતે પરિવાર ની મુસીબત વધી જતી હતી ત્યારે આવા બોર્ડ નહિ મારવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
વિગતો મુજબ અત્યાર સુધી કોરોના ગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવતું હતું કે, આ વિસ્તાર કોરોના ગ્રસ્ત છે, તેનાથી અંતર જાળવવું. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીમાં કહ્યું છે કે, હવે કોઈ પણ રાજ્યમાં આ પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર કોઈ સ્ટીકર લગાવવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ નહતી, અત્યારે પણ નથી. આમ હવે થી આવા બોર્ડ નહિ લાગે તેમ જાણવા મળ્યું છે.
