કોરોના ની મહામારી વચ્ચે વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા છે,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત બન્યા છે. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા. ત્યાં 9 અને 10 ડિસેમ્બરે તેઓએ રોડ શો અને રેલીઓ માં ભાગ લીધો હતો. નડ્ડાએ સોશિયલ મીડિયા ઉપર જાતેજ સંક્રમિત થયાની જાણકારી આપી છે.
નડ્ડાએ ટ્વીટ કર્યું કે કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે.
આમ તેઓ રેલીઓ માં પણ જોડાયા હોવાથી અનેક લોકો ના સંપર્ક માં આવ્યા નું જણાઈ રહ્યું છે.