કોરોના એ ફરી એકવાર આખી દુનિયાને અજગર ભરડા માં લીધી છે અને અસંખ્ય લોકો એ જીવ ગુમાવ્યા છે કોરોના વાયરસ ને એક વર્ષ થઈ ચૂક્યુ હોવા છતાં હજુસુધી 100 ટકા વેરિફાઈ થયેલી કોઈજ રસી બજાર માં આવી નથી ત્યારે વિદેશી કંપની એવી મોડર્ના વેક્સિન કંપનીએ પહેલી વખત તેમની વેક્સિન કોરોના ઉપર કાબુ મેળવી શક્તી હોવાનો દાવો કરી વેકશીન ની કિંમત વિશે માહિતી આપી છે. અમેરિકા અને ઈટલીમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધતા આ વાત સામે આવી છે.
મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 25 ડોલરથી 37 ડોલર (લગભગ 1800થી 2700 રૂપિયા) હશે. કિમંત એ વાત પર નિર્ભર હશે કે કેટલો ઓર્ડર મળ્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેન્સેલે આ વાતની માહિતી આપી હતી. 16 નવેમ્બરે યૂરોપિયન કમિશનના એક અધિકારીએ કહ્યું હતું કે, અમે મોડર્નાની લાખો ડોઝ માટે કંપની સાથે ડીલ કરી છે. એક ડોઝની કિંમત 25 ડોલરથી ઓછી હશે. આ અંગે બેન્સેલે કહ્યું કે, એવી કોઈ ડીલ નથી થઈ, હાં તેની તૈયારીઓ જરૂર કરવામાં આવે છે. અમે યૂરોપમાં વેક્સિન મોકલવા માંગીએ છીએ અને તેના માટે વાતચીત ચાલું છે. જો કે,મોડર્નાએ કહ્યું હતું કે, ટેસ્ટિંગમાં તેમની વેક્સિન 94.5% સફળ રહી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.
