ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થયા બાદ હવે મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામં આવી રહી છે. આથી પાણી પહેલા પાળ બાંધવાનું યોગ્ય સમજી મોદી સરકારે કોરોના મહીમારીની ત્રીજી લહેરનો સામનો કરવા માટે તોતિંગ રૂપિયાનું હેલ્થ ઇમર્જન્સી પેકેજની જાહેરાત કરી છે.
આજે મંત્રીમંડળના વિસ્તરણ મોદી કેબિનેટના પ્રથમ બેઠક મળી હતી. જેમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં નવા નિમાયેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યમાં મહામારીનો સામનો કરવા માટે 23,123 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ઉપરાંત દેશના તમામ 736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક રાજ્યમાં 10 હજાર લિટર ઓક્સિજન સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યુ કે, 736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ ખોલવામાં આવશે, ઉપરાંત કોવિડ રિલીફ ફંડમાંથી નવા 20 હજાર ICU બેડ બનાવવામાં આવશે એમ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ માટે 5000 બેડ અથવા 2500 બેડની હોસ્પિટલ બનાવી શકાય છે. આગામી 9 મહિનામાં રાજ્યોમાં 10 હજાર લીટર ઓક્સિજનની સ્ટોરેજ સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિવાય જિલ્લા ક્ષેત્રમાં એક કરોડ દવાઓ આપવાનો પણ આજે નિર્ણય લેવાયો છે. જેનાથી કોરોનાની ત્રીજી લહેરથી બચી શકાય છે. કોરોના સામે લડાઈ એ રાજ્ય અને કેન્દ્ર સરકારે એક સાથે મળીને લડવી પડશે.