દેશ માં કોરોના ની ભયંકર મહામારી ફાટી નીકળી છે અને વિદેશ માં પણ મહામારી ને લઈ લોકો ભારત ના લોકો ની ચિંતા કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76માં એપિસોડ માં દેશ ની જનતા ને સંબોધન કરશે. PM મોદીએ આ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન મોદી દેશમાં કોરોનાની બીજી લહેર, ઓક્સિજન કટોકટી અને વેક્સિનેશન કાર્યક્રમ વિશે ભાષણ આપે તેવી શક્યતા છે.
આ અગાઉ તેઓ એ તા. 28 માર્ચે મન કી બાતમાં ભાષણ આપ્યું હતું અને આ કાર્યક્રમને સાંભળવા અને સફળ બનાવવા માટે લોકોનો આભાર માન્યો અને પર્યાવરણ બચાવવા પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો.આ માટે તેમણે દર વખતની જેમ કેટલાક પ્રેરણાદાયી ઉદાહરણો પણ આપ્યા હતા, જેમાં લોકોને કહેવામાં આવ્યું કે તેઓ પ્રકૃતિને બચાવવા માટે ઘણા મોટા પ્રયત્નો કરી રહ્યા છે. આ દરમિયાન PM મોદીએ ચકલી અને લાઇટ હાઉસ ટૂરિઝમની સાથે અમૃત મહોત્સવ, જનતા કર્ફ્યૂ, સદાબહાર જંગલો વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.
આ વખતે દેશ ભયંકર આફત નો સામનો કરી રહયો છે ત્યારે મોદીજી કોરોના ઉપર ભાષણ આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
