નવી દિલ્હીઃ હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ભારતમાં કોરોનાની વેક્સીન મુકવાનુ કામ પણ ચાલી રહ્યુ છે અને આ મામલે ભારતે ચીન અને અમેરિકાને પાછળ પાડી દીધા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારતે 95 દિવસાં 13 કરોડ રસીના ડોઝ લોકોને આપ્યા છે.આવુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે.
અમેરિકાને આટલા ડોઝ આપવામાં 101 દિવસ અને ચીનને 109 દિવસ લાગ્યા હતા.આજે સવારના સાત વાગ્યાના આંકડા પ્રમાણે ભારતમાં 13 કરોડ ડોઝ લોકોને અપાયા છે અને તેમાંથી 29.90 લાખ ડોઝ તો છેલ્લા 24 કલાકમાં લોકોને મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી લોકોને જે રસી અપાઈ છે તેમાંથી 59 ટકા ડોઝ દેશના આઠ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, ગુજરાત, પશ્ચિમ બંગાળ ,કર્ણાટક અને મધ્યપ્રદેશ તથા કેરલમાં અપાયા છે.
દેશમાં રસી આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે.સરકારે તો સાડા ત્રણ મહિનામાં દેશના તમામ લોકોનુ રસીકરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પર પણ તૈયારી શરુ કરી છે.