દેશ માં ગુજરાત સહિત દિલ્હી,મહારાષ્ટ્ર અને આસામ માં કોરોના કેસ વધવા છતાં સરકારે લગ્નો અને સભાઓને મંજૂરી આપતા ઝાટકણી કાઢી હતી અનેદિલ્લી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે.
આ મામલે સરકારને રિપોર્ટ સોંપવા કર્યો આદેશ કર્યો છે.દેશમાં અમુક રાજ્યોમાં વધતા કોરોનાના કેસનો મુદ્દો સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધો છે. આજે સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામને બે દિવસમાં એફિડેવિટ દાખલ કરીને એ જણાવવા કહ્યું છે કે કોરોનાની હાલની સ્થિતિ સામે લડવા માટે તેમણે શું પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના કેસ વધ્યા છતાં લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા મામલે આ ચાર રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે ગુજરાતમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. આ મામલે આગામી સુનાવણી શુક્રવારે થવાની છે.
