જીવલેણ કોરોના વાયરસ (Coronavirus)ને પહોંચી વળવા માટે સરકારે મોટા પ્રમાણમાં તપાસની તૈયારી શરૂ કરાવી દીધી છે. સરકાર ટૂંક સમયમાં જ દેશની બધી જ મેડિકલ કોલોજો અને સરકારી લેબોમાં કોરોના વાયરસની ટેસ્ટીંગની સુવિધા શરૂ કરી શકે છે. તે ઉપરાંત માન્યતા પ્રાપ્ત ખાનગી લેબોને પણ ટૂંક જ ટેસ્ટ શરૂ કરવાની પરવાનગી મળી શકે છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારે જર્મનીથી 10 લાખ તપાસ કીટ મંગાવાનો ઓર્ડર આપ્યો છે.
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસની તપાસ માટે ‘પ્રોબ’નામની જે કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે જર્મનીથી આવે છે. હાલમાં દેશમાં એક લાખ ટેસ્ટિંગ કિટ જ ઉપલબ્ધ છે. ભારત સરકારે 10 લાખ વધુ ટેસ્ટીંગ કિટનું ઓર્ડર આપ્યું છે. ICMR ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી દેશી ટીકના વિકલ્પને પણ જોવામાં આવી રહ્યો છે.