નાસિકઃ દેશમાં એક બાજુ ઓક્સિજનની ભારે સમસ્યા જોવા મળી રહી છે, તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી હોનારત જેવી ઘટના બની છે. બુધવારે અહીં હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક કરી થઇ ગયું, ત્યાર પછી હડકંપ મચેલો છે. જે સમયે ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ હતા. ઓક્સિજન લીક થવાની ઘટના પછી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે લીકેજને કંટ્રોલ કરી લેવામાં આવ્યું છે.
જો કે પ્રાપ્ત માહિતી મુજબ ઓક્સિજન ટેન્ક લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓના મોત થયા છે કારણ કે દર્દીઓને આ ટેન્કમાંથી ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી હતી.
જણાવી દઈએ કે દેશમાં આ સમયે મેડિકલ ઓક્સિજનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.. અચાનક કોરોનાના કેસોમાં વધારો થવાના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજન ઘણી મુશ્કેલીથી મળી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્રનું નામ સામેલ છે.
ભારત સરકાર તરફથી રાજ્ય સરકારને ભરોસો આપવામાં આવી રહ્યો છે કે જલ્દીથી જલ્દી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહારાષ્ટ્રથી ગયા દિવસોમાં વિશાખાપટ્ટનમ માટે ઓક્સિજન એક્સપ્રેસ રવાના કરવામાં આવી હતી. ભારતીય રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે, જે વિશાખાપટ્ટનમથી ઓક્સિજન લાવવાનું કામ કરશે.
ઓક્સિજનની તંગી માત્ર મહારાષ્ટ્રમાં જ નથી પરંતુ દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં જોવા મળી રહ્યી છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં થોડા જ કલાકનું ઓક્સિજન બાકી છે. ગયા દિવસે પીએમ મોદીએ પણ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનું પ્રોડક્શન વધારવામાં આવ્યું છે. જલ્દી જ રાજ્યોને યોગ્ય માત્રામાં સપ્લાય વધારવામાં આવશે, જેથી કોઈ કમી ન રહી શકે.