દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોરોનાની વર્તમાન લહેરમાં સરકાર, પોતાના કર્મચારી અને સામાન્ય લોકોની મદદ કરી રહી છે. સાથે જ હવે રિલાયન્સે સેનેટાઇઝર્સ અને ટેસ્ટિંગ કિટમાં પણ પ્રવેશ કર્યો છે. કંપનીએ ભારતમાં વણસતી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા પૂરતી તૈયારી કરી લીધી છે જેથી ભવિષ્યમાં લોકોની મદદ કરી શકાય. રિલાયન્સ R&D ટીમે માર્કેટ ખર્ચના 20 ટકા પર WHO સ્પેસિફિકેશન્સને અનુરૂપ સેનિટાઇઝર બનાવવા માટે એક પ્રક્રિયા તૈયાર કરી છે. સાથે જ હવે કંપની જલ્દી જ કોરોનાની દવા પણ લઇ શકે છે. કંપનીએ કોવિડ-19 વિરુદ્ધ સંભવિત દવાના રૂપે Niclosamideની અરજી માટે એક પ્રપોઝલ સબમિટ કર્યુ છે.
રિલાયન્સની ટીમ અહીં નેક્સર પોલીમરને પ્રમાણિત કરવા માટે વિભિન્ન CSIR લેબ્સ સાથે કામ કરી રહી છે, જેણે વિભિન્ન વાયરસ અને બેક્ટેરિયાના લિપિડ લેયરને ખતમ કરવાની ક્ષમતા બતાવી છે. સાથે જ કંપનીએ કોવિડ-19ને ઓળખી કાઢવા માટે ‘R-Green’ અને‘R-Green પ્રો’ નામની સસ્તી અને પ્રભાવી ડાયગ્નોસ્ટિક કિટ વિકસિત કરી છે. કિટને ICMR ની મંજૂરી મળી ગઇ છે.
કંપનીએ ઇટલીમાં વિકસિત એક કોન્સેપ્ટને લાગુ કરીને ભારતની હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડમાં અપૂરતા વેંટિલેટરના પુરવઠાને સંબોધિત કરવાનું કામ કરી રહી છે. જે CPAP મશીનને 3D-મુદ્રિત ચાર્લોટ વાલ્વ અને વિશેષ સ્નોર્કલિંગ માસ્ક સાથે સક્ષમ બનાવે છે.
મહામારીના પ્રકોપ રૂપે રિલાયન્સે ઓનસાઇટ ઓક્સિજનની માંગમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોઇ. તેણે 90-95%ની શુદ્ધતા સાથે 5થી 7 લીટર ઓક્સિજન પ્રતિ મિનિટ ઉત્પાદન કરવામાં સક્ષમ ઓક્સિજન જનરેટર માટે મૂલ્ય એન્જિનિયર મજબૂત ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.