ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં વધુ એક ઉપલબ્ધી મેળવી હતી. કોહલીએ સતત ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સેન્ચ્યુરી લગાવનાર ભારતનો પહેલો ક્રિકેટર બન્યો છે. કોહલીએ શનિવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં પોતાના ODI કરિયરની 38મી સેન્ચ્યુરી લગાવી હતી.
તેણે 110 બોલ પર 10 ચોગ્ગા અને 1 સિક્સર લગાવીને તેની પોતાના વન ડે કરિયરની 38 મી સદી પુરી કરી હતી.