ક્રિકેટર ઋષભ પંતની ગાડીનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયો. રુડકીથી પરત ફરતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ. માથામાં ગંભીર ઈજા થઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. આજે શુક્રવારે સવારે કાર દ્વારા ઉત્તરાખંડ સ્થિત તે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના રૂરકીની નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે બની હતી.
કાર અકસ્માત એટલો ગંભીર હતો કે રેલિંગ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને કાર પલટી ગઈ હતી. આ આગને ભારે જહેમતથી કાબૂમાં લેવામાં આવી હતી. તે જ સમયે આ અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઋષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.