દેશમાં મોંઘવારી આંટો લઈ ગઈ છે અને અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ સાથે ખાદ્યતેલોમાં પણ ત્રણ ઘણા ભાવો થઈ ગયા બાદ હવે થોડી રકમ ઘટાડવાની સરકાર જાહેરાતોતો કરે છે પણ હકીકતમાં કોઈ ભાવ ઘટતા નથી અને જનતા તેટલાજ મોંઘા ભાવે તેલ ખરીદવા મજબુર છે કારણ કે સરકારની સૂચનાઓ બાદ પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી અને તેલ માફિયાઓ સરકારને ગણતા નથી.
સરકારે ત્રણ મુખ્ય ખાદ્યતેલ એસોસિએશનોને પત્ર લખીને તાત્કાલિક ભાવ ઘટાડવા અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગને નિયમિતપણે તેની જાણ કરવા સૂચના આપી છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, ઉદ્યોગ સંગઠનોએ તેમના સભ્યો સાથે વાત કરવી જોઈએ અને ઓછામાં ઓછા 15 રૂપિયા પ્રતિ લિટરના ઘટાડાના દર સાથે ગ્રાહકોને ખાદ્ય તેલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ. 6 જુલાઈએ કંપનીઓને એક સપ્તાહની અંદર કિંમતો ઘટાડવાની સૂચના આપવામાં આવી હતી.
સરકારની સૂચનાના પાંચ દિવસ બાદ પણ અનેક કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કર્યો નથી. આ કંપનીઓમાં અદાણી વિલ્મર, રૂચી સોયા, કારગિલ અને અલાનાનો સમાવેશ થાય છે.
ખાદ્યતેલોમાં કરોડો રૂપિયા કમાઈ ગયેલા તેલ માફિયાઓ હવે સરકારને ગણતા નથી અને કોઈ ભાવ ઘટાડવા રાજી નથી.
નવાઈ ની વાત તો એ છે કે સરકારનું આવા લૂંટી રહેલા તત્વો ઉપર કોઈ નિયંત્રણ જ નથી પરિણામે સરકાર જાહેરાત તો કરે છે પણ ક્યાંય ભાવ ધટાડો દેખાતો નથી તેવે સમયે હવે સરકારે જુના જમાનાની ઢબ મુજબ પત્ર લખીને કાંપનીઓ ને ભાવ ધટાડો કરવા વિન્નતી કરવી પડી રહી છે પણ કોઈ કડક એક્શન લેવાતા નથી.