કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને હવે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન પણ કોરોના જેવા લક્ષણો સાથે તત્કાળ અત્રે ની રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,તેઓ હાલ ઓક્સિજન સપોર્ટ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરાયો છે. દેશમાં મુંબઈ બાદ દિલ્હી પણ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 42000થી વધુ કેસ આવી ચૂકયા છે. જૈનને હાઇ ફીવર અને શ્વાસ લેવામાં તકલીફ બાદ રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જૈન છેલ્લાં કેટલાક દિવસથી કોરોના નિવારણ અંગે મળતી બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા. તેઓ ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં પણ સામેલ થયા હતા. આમ આરોગ્ય મંત્રી પણ સંભવિત કોરોના ની ઝપેટ માં ચડી જતા તેઓ હાલ સારવાર હેઠળ છે.
