કેન્દ્ર સરકાર સામે કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો ને અન્ના હજારેએ પણ સમર્થન કરી તેઓ આજે એક દિવસના ઉપવાસ ઉપર બેસી ગયા હતા. પ્રદર્શન કરતાં ખેડૂત સંગઠનોએ મંગળવારે ભારત બંધની અપીલ કરી હતી. આ વિશે અન્ના હજારેએ કહ્યું હતું કે, દેશમાં આંદોલન થવું જોઈએ જેથી સરકાર ઉપર દબાણ ઉભું થાય અને તેઓ ખેડૂતોના હિતમાં પગલાં લઇ શકે.
અન્ના હજારેએ કહ્યું છે કે, હું દેશના લોકોને અપીલ કરુ છું કે, દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે સમગ્ર દેશમાં ચાલવું જોઈએ. સરકાર પર પ્રેશર લાવવા માટે આવી સ્થિતિ ઉભી કરવી જરૂરી છે અને તે માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરી અહિંસક આંદોલન કરવું જોઈએ.
હજારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં આજે ઉપવાસ ઉપર બેઠા છે.
