ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કા ની મંત્રણા નિષ્ફળ રહી છે ત્યારે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખી આંદોલન યથાવત રાખ્યું છે અને કાલે તા. 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુર બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છેત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે તેવે સમયે ખેડૂતોના સમર્થનમાં અવૉર્ડ પરત કરવા માટે રાષ્ટ્રપતિભવન તરફ જઈ રહેલા ખેલાડીઓને પોલીસે અટકાવી દીધા. પહેલવાન કરતાર સિંહે જણાવ્યું હતું કે પંજાબના 30 સ્પોર્ટ્સપર્સન અવૉર્ડ પરત કરવા માગે છે. તો આ તરફ પંજાબી લેખક અને કવિ સુરજિત પાતરે પણ પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી છે. આમ આંદોલન વેગવંતું બની રહ્યું છે.
