કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હવે પંજાબ પોલીસ ના DIG લખમિંદર સિંહ જાખડે પણ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દઇ ખેડૂતો સાથે આંદોલન ની લડાઈ માં જોડાઈ ગયા છે.
લખમિંદરે કહ્યું કે, રાજ્યના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને રસ્તાઓ ઉપર છે ત્યારે હું પોતે એક ખેડૂતનો દીકરો છું, એટલા માટે આંદોલનનો ભાગ બનવા માગું છું. તાત્કાલિક ધોરણે પદમુક્ત કરો, જેથી દિલ્હી જઈને મારા ખેડૂત ભાઈઓ સાથે મળીને મારા હક માટે લડી શકું.
સરકાર કાયદો પાછો લેવા ઉપરાંત કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર છે. જેના માટે હવે ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઈવે બંધ કરી શકે છે. તેમને ચેતવણી આપી કે જો સરકાર તેમની માગ નહીં સ્વીકારે, તો તે સોમવાર થી તેઓ હવે ભૂખ હડતાળ ઉપર ઉતરી જશે.