નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો નેતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે મંગળવારે મોડી રાત સુધી ચાલે બેઠકમાં કોઇ નિરાકારણ આવ્યુ નથી. બેઠક બાદ અખિલ ભારતીય ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ કહ્યુ કે, સરકાર કૃષિ કાયદાને પાછો ખેંચવા તૈયાર નથી. એવામાં બુધવારે વિજ્ઞાનભવનમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ બેઠકખ થશે નહીં.
તેમણે કહ્યુ કે, અમતિ શાહે બુધવારે ખેડૂત નેતાઓને એક પ્રસ્તાવ આપવાની વાત કરી છે. ખેડૂતો પ્રસ્તાવ પર વિચાર મંત્રણા કરવા માટે બપોરે 12 વાગે સિંધ બોર્ડ પર એક બેઠક કરશે.
આની પહેલા ગૃહ મંત્રી સાથે બેઠકની માટે ખેડૂત નેતાઓને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ લઇ જવાયા હતા. પહેલા ખેડૂતોએ જ્યારે વર્ચ્યુઅલ મિટિંગની માહિતી મળી હતી તો તેમણે વિરોધ કર્યો. એક ખેડૂત આ વાતથી નારાજ થઇને સિંધુ બોર્ડરની માટે બહાર નીકળી ગયા. ત્યારબાદ અધિકારીઓએ શાહને સમગ્ર વાત કહી. ત્યારબાદ ખેડૂતોની સાથે ગૃહમંત્રીની બેઠક શરૂ થઇ.
ભારતીય કિસાન સભાના મહાસચિવ હનન મુલાએ કહ્યુ કે, ગૃહમંત્રીએ એક વાત સ્પષ્ટ કરી કે સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં. સરકાર જે સંશોધનોના પક્ષમા છે તે બુધવારે લેખિતમાં આપશે. અમે લેખિત સંશોધનને લેઇને તમામ 40 ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કર્યા બાદ બેઠકમાં શામેલ થવા અંગેનો નિર્ણય લઇશુ.