કેન્દ્રની મોદી સરકારના કૃષિ કાયદાના વિરોધ અંગે દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન મોટુ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. આ ખેડૂત અંદાલોનને વિવિધ ખેડૂત સંગઠનો તરફથી ટેકો મળ્યો છે અને હવે ટ્રક ચાલકોએ પણ સમર્થનમાં આવ્યા છે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ચિમકી ઉચ્ચારતા જણાવ્યુ કે, તેઓ ખેડૂત આંદોલનને સમર્થન આપે છે અને તેઓ પણ 8 ડિસેમ્બરથી ખેડૂતોના આ આંદોલનમાં જોડાઈ જશે. ટ્રાન્સપોર્ટ સંગઠન આ આંદોલનમાં જોડાતા 8 ડિસેમ્બરથી હંગામી હડતાળ પર ઉતરી જશે. આ હડતાળને પગલ દેશના 1 કરોડ જેટલી ટ્રેકોના પૈડાં થંબી જશે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એ ગુડ્સ વ્હીકલ ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરે છે. જે અંતર્ગત લગભગ 10 મિલિયન એટલે કે, 1 કરોડ ટ્રક આવે છે. આપણા દેશમાં સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં તેમનો મહત્વનો ફાળો છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, જો પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની વાત માનવામાં નહીં આવે તો, 8 ડિસેમ્બરથી તેઓ પણ હડતાળ કરશે અને ખેડૂતોના સમર્થનમાં આવશે.
હાલમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી રહી છે. રાજ્યોની સરહદો આંદોલનમાં બેઠેલા ખેડૂતોનું સ્પષ્ટ કહેવુ છે કે, ખુદ વડાપ્રધાન મોદી તેમની સાથે વાતચીત કરવા આવે. અત્યાર સુધીમાં કોઈ ઠોસ વાતચીત થઈ નથી. જે પણ વાત થઈ તે, પરિણામ શૂન્ય રહી છે.