ખેડૂત આંદોલન ને સમર્થન જાહેર કરી સંતે જાહેર માં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે લાખ્ખો અનુયાયી ધરાવતા સંતે સુસાઇડ કરતા સરકાર ભીંસ માં મુકાઈ છે.કૃષિ કાયદા ના વિરોધ માં ખેડૂત આંદોલન હવે વેગવંતું બની રહ્યુ છે ત્યારે એક ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટ માં ખેડૂતો ને થઈ રહેલા અન્યાય ને જવાબદાર ઠેરવતા ભારે ચકચાર મચી ગઇ છે, સિંઘરા ગામના બાબા રામ સિંહ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં છે ત્યારે તેઓમાં સરકાર વિરુદ્ધ રોષ ફેલાય તેવી શક્યતાઓ છે. છેરામસિંહે ગોળી મારીને આત્મહત્યા કરી છે અને તેઓએ પંજાબી ભાષામાં એક સુસાઈડ નોટ લખી છે. જેમાં તેઓએ લખ્યું છે કે આ જુલમ વિરૂદ્ધ એક અવાજ છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધ કમિટીના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસાએ આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટના એ ભારે સનસનાટી મચાવી દીધી છે.
