વારાણસીઃ લગ્નની સીઝનમાં ઉત્તરપ્રદેશના આઝમગઢના એક વરરાજાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યુ. આ ઘટના આઝમગઢના રહેવાસી એક યુવકના લગ્ન 10 ડિસેમ્બરે મઉ જિલ્લામાં નક્કી થયા હતા. લગ્નની રાતે વરરાજા સહિત આખી જાને સમગ્ર મઉ વિસ્તારમાં શોધખોળ કરી લીધી પરંતુ ન તો વહુના ઘરનું સરનામું મળ્યુ ન તો તેના પરિવારની કોઇ માહિતી. ના છૂટકે મજબૂરીવશ આખી જાન વહુ વગર પાછલી આવી.
વરરાજાના પરિવારનો બધો ગુસ્સો તે મહિલા પર ઉતર્યો જે લગ્નમાં વચેટીયા બની હતી. તેમણે એ મહિલાને પકડીને શનિવારે રાતે બંધક બનાવી લીધી. પરિણામે પોલીસ સ્ટેશનમાં જબરદસ્ત હંગામો થયો. મહિલા એ દાવો કર્યો કે યુવતીના પરિવારે તેને પણ મુર્ખ બનાવી.
પ્રાપ્ત માહિતી મુજબ યુવકના પરિવારે છતવારામાં રહેતી આ મહિલાના સંપર્કમા આવ્યો હતો જેણે યુવકના લગ્ન નક્કી કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તે મઉની યુવતીનો સંબંધ લઇને આવી હતી. બંને પરિવાર લગ્ન માટે રાજી થઇ ગયા. બસ એટલી ભૂલ થઇ કે યુવકનો પરિવાર યુવતીના ઘરે ન ગયો. લગ્નની તારીખ નક્કી થઇ ગઇ અને યુવકના પરિવારે બેન્ડબાજા અને ઘોડાવાળાને 20 હજાર રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા.