આપણા દેશ માં કેટલું લોલમ લોલ ચાલે છે તેની ગવાહી પૂરતા એક વિચિત્ર કિસ્સા માં ઝારખંડના સિંહભૂમ જિલ્લાના રાયપહરી ગામમાં મનરેગા યોજના હેઠળ રોજિંદા 198 રૂપિયા કમાતા લાદૂન મુર્મુ નામના ગરીબ મજૂર ને જ્યારે 3.5 કરોડ રૂપિયાની GST નોટિસ આપી પોલીસ ઉચકી ગઈ ત્યારે મજૂર ને કઈ સમજાતું ન હતું કે પોલીસે તેની શામાટે ધરપકડ કરી છે, પોલીસની એક ટીમ લાડુનના ઘરે પહોંચી હતી, જે તેમને GST ચોરીના આરોપસર ધરપકડ કરવા માટે આવી હતી. પરંતુ તેની સ્થિતિ જોયા બાદ ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
પોલીસ ટીમને જોઈને આશ્ચર્ય થયું કે તે વ્યક્તિ જેની કરોડોની ટેકસ ચોરી ના આરોપમાં ધરપકડ કરવા આવી છે, તે પોતે ખૂબ સામાન્ય જીવન જીવી રહી છે. હકીકતમાં, સત્તાવાર રેકોર્ડમાં, 48 વર્ષીય લાડુન મુર્મુને એમએસ સ્ટીલના ડિરેક્ટર હોવાનું જણાવાયુ હતું પરંતુ તે સામાન્ય મજૂર નીકળ્યો હતો અને તેના પર 5.58 કરોડના ટ્રાન્ઝેક્શનમાં 3.5 કરોડની GST ટેક્સ ચોરી કરવાનો આરોપ હતો. તપાસ માં કોઈએ તેના પાનકાર્ડ અને આધારકાર્ડનો ઉપયોગ કરીને બનાવટી કંપની બનાવી નાખી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ દ્વારા એક ગરીબ ને હેરાન કરાતા ગામલોકો એકત્ર થઈ ગયા હતા અને વિરોધ કરાતા પોલીસે લાડુનને છોડી મુકવાની ફરજ પડી હતી. ગરીબ મજૂર લાડુને જણાવ્યું હતું કે તે મનરેગા હેઠળ દરરોજ 198 રૂપિયા માંડ કમાય છે અને બે વખત ખોરાક મેળવવામાં પણ અસમર્થ છે. તો પછી તે કોઈ કંપનીનો MD કેવી રીતે બની ગયો તે વાત સ્વીકારવા પોલીસ તૈયાર ન હતી. સ્ટેટ ટેક્સ ઓફિસર સંતોષ કુમારે જીએસટી કર ભરવાની તારીખ મર્યાદા પૂરી થઈ જતાં લાડુનની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. નાણાકીય વર્ષ 2018-19માં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ઇ-વે બિલ 87E ની આ ફરિયાદ થઈ હતી.આમ આપણા દેશ માં ચાલતા લોલમ લોલ નો આ એક માત્ર નાનું ઉદાહરણ જ કાફી છે.
