દેશમાં કાયદો વ્યવસ્થા બગડી છે ગુનેગારોને કાયદાનો કોઈજ ડર રહ્યો નથી ખુલ્લેઆમ હત્યાઓ,બળાત્કાર, લૂંટ,તોડફોડ વગરે જાણે સામાન્ય બની ગયું છે પોલીસથી કોઈ ડરતું નથી આવા સમયે ગાઝિયાબાદમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસ ચોકી નજીકજ યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગાઝિયાબાદના કવિનગર ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રે લગભગ 10.30 વાગ્યે પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર એક 25 વર્ષની યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી.
શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે 100% સળગેલી હાલતમાં યુવતી નો મૃતદેહ પડ્યો હતો. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
યુવતીની ઓળખ થઈ શકી નથી.
પાર્કમાંથી પસાર થતા લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
યુવતીનો મૃતદેહ સંપૂર્ણ સળગી ગયો હોય ઓળખ કરવી મુશ્કેલ બન્યું છે.
આમ,ભર બજારમાં પોલીસ ચોકી નજીક હત્યારાઓએ હત્યાને અંજામ આપતા લોકો ભયભીત બની ગયા હતા.