મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારીના ભાષણ બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાષણની નિંદા કરતા કહ્યું કે રાજ્યપાલે મરાઠી ગૌરવને “દુઃખ” પહોચાડ્યું છે,તેમણે મુખ્ય પ્રધાન અને એકનાથ શિંદેને વિનંતી કરી કે તેઓ કમસેકમ રાજ્યપાલના નિવેદનોની નિંદા કરે.
વાસ્તવમાં, રાજ્યપાલે તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ જો દૂર થઈ જશે તો મહારાષ્ટ્ર પાસે કોઈ પૈસા રહેશે નહીં અને ત્યારબાદ મુંબઈ ભારતની આર્થિક રાજધાની કહેવાશે નહીં.
હકીકતમાં, રાજ્યપાલે શુક્રવારે મુંબઈના અંધેરીમાં એક કાર્યક્રમમાં બોલતા મારવાડી અને ગુજરાતી સમુદાયના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં હોસ્પિટલો, શાળાઓ વગેરે બનાવીને તે સ્થળના વિકાસમાં ફાળો આપે છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ પૈસાદાર વર્ગ છે જો તેઓને દૂર કરવામાં આવશે તો મહારાષ્ટ્ર પાસે એક પણ પૈસા બચશે નહીં અને મુંબઈ ભારતની આર્થિક રાજધાની કહેવાશે નહીં.
ટ્વીટર પર રાજ્યપાલ કોશ્યરીનું ભાષણ શેર કરતી વખતે સંજય રાઉતે કહ્યું કે “રાજ્યપાલના કહેવાનો મતલબ એવો થાય છે કે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. મુખ્યમંત્રી શિંદે, તમે સાંભળો છો? જો તમારામાં સ્વાભિમાન હોય તો રાજ્યપાલનું રાજીનામું માગો…