થોડા સમય પહેલા જ ગુજરાતમાં સરદારની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થયું હતું, જેના કારણે વિશ્વમાં ગુજરાતનું નામ ગૂંજતું થઇ ગયું. હવે જાણે દેશમાં એક પછી એક રાજ્યો હરીફાઇમાં ઉતર્યા હોય તેમ નીતિશ કેબિનેટે પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે સરકારે પણ મંજૂરી આપી દીધી છે. વિશ્વની સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં 5462 બેડ ક્ષમતા હશે. આ હોસ્પિટલ બનવવાનો અંદાજિત ખર્ચ 5540.07 કરોડ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ બની જશે, જ્યાં વર્લ્ડ ક્લાસની સુવિદ્યાઓ દર્દીઓને પુરી પાડવામાં આવશે.
