કેન્દ્ર સરકાર ના કૃષિ કાયદા ના વિરોધ માં દેશમાં આંદોલન હાલ ચાલુ છે ત્યારે આ ખેડૂત આંદોલન ને ગુજરાતમાં અસરકારક બનાવવા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના બે અલગ-અલગ શહેરોમાં ખેડૂત મહાસંમેલન યોજી આંદોલન નો પાયો નાખે તેવું મનાય રહ્યું છે.
આ મહાસંમેલન 4 અને 5 એપ્રિલે થશે, જેની શરૂઆત 4 એપ્રિલે ગુજરાતમાં શક્તિપીઠ માં અંબાજીના દર્શનની સાથે કરવામાં આવશે. રાકેશ ટિકૈત ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં કિસાન મહાસંમેલનને સંબોધિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની સાથે આ મહાસંમેલનમાં જોડાનાર હોવાનું જાણવા મળ્યું છે. વિગતો મુજબ ખેડૂત નેતા રાકેશ ટિકૈત તા. 4 એપ્રિલે સવારે 11 વાગ્યે અંબાજીના દર્શન કરવા પહોંચશે. બપોરે 12.30 વાગ્યે તેઓ મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ 12.45 વાગ્યે ખેડૂતોનું અભિવાદન થશે અને બપોરે 2.30 વાગ્યે પાલનપુરમાં ખેડૂત સંવાદ થશે.
ઉત્તર ગુજરાતમાં વધુ પડતા ખેડૂત પાટીદાર છે. તેવામાં રાકેશ ટિકૈત પાટીદારોના કુળદેવી ઉંઝા ઉમિયાધામના દર્શન કરવા સાંજે 5 વાગ્યે પહોંચશે. આ પાટીદારોને જોડવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. ખેડૂત અગ્રણી રાકેશ ટીકૈત ગુજરાતમાં નવા 3 કૃષિકાયદા અંગે મહાસંમેલન યોજાશે
ગુજરાતમાં ટિકૈતની મહાપંચાયત કરાવવા માટે શંકરસિંહ વાઘેલા હવે સક્રિય થયા છે તે જોતા હવે ખેડૂત આંદોલન ની ગુજરાત માં શુ અસરો રહશે તે સામે સૌની મીટ મંડાઈ છે.
