આજકાલ ‘ગે’ લોકોનું જૂથ સક્રિય છે અને તેઓ બંને પુરુષ હોવાછતાં સજાતીય નિકટતા એટલી બધી વધે છે કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી પોતાના ગે મિત્રને ખુશ કરવા ‘આઈ લવ યુ’ કહે છે ત્યારે ગે મિત્ર ઉછળી પડે છે અને નખરા કરવા લાગે છે આવા કિસ્સાતો અનેક જોયા હશે પણ પોલીસ ખાતામાં પણ ઉંમરના ખાસ્સા તફાવત ધરાવતા બે ‘ગે’ મિત્રોની કહાનીએ ભારે ચકચાર જગાવી છે.
એક યુવાન ગે મિત્રએ પોતાના મોટી ઉંમરના ગે પાત્રને દગો દીધો છે અને અંગત પળો ના વિડીયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂ.અઢી લાખ પડાવ્યા બાદ હવે બીજા રૂ.5 લાખ અને મોટરકાર ની માંગ કરતા વાત પોલીસ કમિશ્નર સુધી પહોંચી જતા બન્નેને સસ્પેન્ડ કરી દીધા છે.
આ કિસ્સો રાજસ્થાનના નાગૌરનો છે. SP રામમૂર્તિ જોષીએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે ઘટના સાચી છે, નાગૌર સ્થિત એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 57 વર્ષીય અધિકારી અને 32 વર્ષીય કોન્સ્ટેબલ પ્રદીપ બાજ્યા વચ્ચે અંદાજે 8 મહિના પહેલા ફેસબૂક પર દોસ્તી થઈ હતી જે ધીરેધીરે પ્રેમમાં પરિણમી હતી બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી.
બંને વચ્ચે અશ્લીલ ચેટિંગ બાદ સમલૈંગિક સંબંધો પણ બંધાયા હતા ત્યારબાદ બંને વચ્ચે રોજ ફોન ઉપર વાતચીત વધી હતી અને સેક્સથી લઈને ન્યૂડ કોલિંગ પણ થતા હતા. બીજી તરફ પોલીસ અધિકારી પોતાના પાર્ટનર કોન્સ્ટેબલ પ્રદીપ બાજ્યા ઉપર એટલા મોહિત થઈ ગયા કે તેઓ તેની ઉપર ખુબજ વિશ્વાસ કરતા હતા પણ પ્રદિપ બાજયા પોતાના સાહેબ સાથે માણેલા સેક્સ સહિતની હરકતો રેકોર્ડ કરી લીધી હતી.
અને બાદમાં તેણે પોલીસે અધિકારીને આ વીડિયો અને ફોટા બતાવી બ્લેકમેઈલ કરવાનું શરૂ કરતાં પોલીસ અધિકારીની કોન્સ્ટેબલ સાથેની મજા સજામાં ફેરવાઇ ગઈ હતી.
કારણ કે કોન્સ્ટેબલના મોબાઈલમાં બંનેની હરકતોના વીડિયો સેવ હતા. તે બ્લેકમેઈલ કરીને પોલીસ અધિકારી પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી ચૂક્યો હતો. હવે તે પાંચ લાખ રૂપિયા અને કાર માંગી રહ્યો હતો.
SP રામમૂર્તિ જોષીએ કહ્યું કે ફરિયાદ બાદ તપાસમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી વિનોદ કુમાર સીપાને સોંપવામાં આવી છે.
આમ,સજાતીય સંબંધો ધરાવતા ગે લોકોમાં આ મેટર ભારે ચર્ચામાં રહેવા પામી હતી.