પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 60 જેટલી વિદ્યાર્થિનીઓ સ્નાન કરતી હોવાનો વીડિયો એક વિદ્યાર્થીનિએ શિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો વાયરલ વિડીયો જોઈ ખુબજ આઘાત લાગતા આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે,પોલીસે વીડિયો વાયરલ કરનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. હાલ કેમ્પસમાં વાતાવરણ તંગ છે.
પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું કે એક વિદ્યાર્થીની છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવી રહી હતી, જેને તે શિમલામાં તેના મિત્રને મોકલી રહી હતી. તે મિત્રે હવે આ વીડિયો વાયરલ કર્યો છે. આ વાતની જાણ થતાં જ યુવતીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તોફાન મચાવી કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી.