વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી હેકરે કોવિડ -19 રાહત ભંડોળ માટે દાનમાં બિટકોઇનની માંગ કરી હતી. જોકે ત્યારબાદ થોડીજ વાર માં આ
ટ્વીટ્સ તરત જ ડિલીટ કરી દીધી હતી
આ ઘટના થી ભારે ચકચાર મચી હતી અને હેકરો ની સક્રિયતા સામે જોખમ ઉભું થયું છે હાલ માં જ પડોશી દેશો સાથે તણાવ ની સ્થિતિ વચ્ચે સુરક્ષા માટે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લાગવાઈ રહ્યો છે ત્યારે આ ઘટના ની ગંભીરતા વધી જાય છે.
વડા પ્રધાનની વ્યક્તિગત વેબસાઇટના ટ્વિટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલી ટ્વીટ કરી ટ્વિટર એકાઉન્ટ પર લખેલા સંદેશમાં જણાવાયું કે હું તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ -19 માટે પીએમ મોદી રાહત ફંડમાં દાન કરો. બીજી એક ટ્વિટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક ([email protected]) દ્વારા હેક કરવામાં આવ્યું છે. અમે પેટીએમ મોલને હેક નથી કર્યો. જો કે હવે આ બોગસ ટ્વીટ ડિલીટ નાખવામાં આવી છે.નોંધનીય છેકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના વેબસાઇટના વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ પર હાલ માં 25 લાખથી વધુ ફોલોઅર્સ છે.અને હેકરો એ પીએમ નું એકાઉન્ટ હેક કરી પડકાર ફેંક્યો છે.