ચાઈના ની સેના દ્વારા ભારતીય સરહદ માં કબ્જો કરી લેવાની બાબત માં હવે વિપક્ષ દ્વારા મોદી સરકાર ને ભીડવા મેદાને પડ્યો છે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી એ જણાવ્યું કે મોદી સરકાર ના ગેરવહીવટ અને ખોટી નીતિઓને પ્રતાપે ચીન સાથે સરહદી વિવાદ ઉભો થયો છે અને દેશની ઇકોનોમી મંદીમાં સપડાઈ ગઈ છે. સરકારનાં ખોટા નિર્ણયોથી પહેલા ઇકોનોમી ખતરામાં મુકાઈ પછી કોરોનાની મહામારી દેશમાં વકરી અને છેલ્લે ચીન સાથે સરહદી વિવાદ સર્જાયો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી કોંગ્રેસની ર્વિંકગ કમિટીની બેઠકમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે એપ્રિલ-મે ૨૦૨૦થી ચીને પેન્ગોંગ લેક તેમજ લદ્દાખમાં ગાલવાન ઘાટી વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી તેમા શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ સરકાર આ વાત ને છુપાવી રહી છે. કોંગ્રેસે કટોકટીનાં આ તબક્કામાં પણ લશ્કરી દળો અને સરકારને પોતાનું સમર્થન આપ્યુ છે.સરકારે સમસ્યાઓ ઉકેલવા ખોટી નીતિઓ અને ખોટું વલણ અપનાવ્યું છે. સરહદે શાંતિ અને પૂર્વવત યથાવત્ સ્થિતિ સ્થપાય તે દેશના હિતમાં જરૂરી છે. અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ૧૫ જૂને ગાલવાન ખાતે ભારતનાં ૨૦ સૈનિકો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચેનાં સંબંધો વણસ્યા છે. સાથે સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે, જો ચીન સાથેનાં સીમા વિવાદને યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવે તો ભારત માટે સ્થિતિ ગંભીર બની શકે છે.
કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનનું ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનું પગલું કેન્દ્ર સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા દર્શાવે છે. ભાજપની સરકારે ડિપ્લોમેટિક સંસ્થાકીય માળખાનો નાશ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય જમીન પર ચીને કબજો જમાવ્યો નથી તેવું કહીને ભારતીય સેનાને દગો દીધો છે. આપણી મજબૂત સ્થિતિનો નાશ કર્યો છે.તેઓ શામાટે આવા ખોટા નિવેદનો કરે છે?
ગાલવાનમાં જે સૈનિકો શહીદ થયા છે તેમની શહાદત એળે ન જાય તે માટે સરકારે પગલાં લેવાની જરૂર છે. રાહુલ ગાંધીએ તેમનાં પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ ખેંચેલી પેંગોંડા લેકની તસવીર ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ચીની આક્રમણ સામે આપણે એકજૂથ છીએ. શું ભારતીય જમીન પર ચીને કબજો કર્યો છે? આમ હવે સરહદ ઉપર ચીને ભારતીય સૈનિકો ઉપર છેતરીને હુમલો કરતા 20 જવાનો શહીદ થયા બાદ બીજા દિવસ સુધી આ માહિતી બહાર નહિ પાડવા સરકાર ઉપર વિપક્ષે મોરચો ખોલી દેશ ની સુરક્ષા મામલે જવાબદાર બનવા સલાહ આપી હતી
