છેલ્લા ઘણાજ સમય થી ચીન પડોશી દેશો ને હેરાન કરી રહ્યું છે ત્યારે ચીન ની હરકતો થી વાજ આવી ગયેલા તાઇવાને આખરે એક ચીની ફાઇટરને તોડી પાડતા ભારે સનસનાટી મચી ગઇ છે, જો કે ચીન અને તાઇવાનમાંથી કોઈએ પણ આ ઘટના અંગે હજી સુધી ફોડ પડ્યો નથી. ટીવી રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે તાઇવાન એ તેના હવાઈ ક્ષેત્રમાં ઘૂસેલા ચાઇનીઝ સુખોઇ -35 વિમાનને તોડી પાડ્યું છે અને તાઇવાને આ હુમલામાં યુએસ પેટ્રિઅટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાનું મનાય છે.
કહેવાય છે કે તાઇવાન એ ઘણી વખત ચીની વિમાનોને ચેતવણી આપી હતી પરંતુ ચીની વિમાન તાઇવાનના એરસ્પેસમાં જ રહ્યું હતું પરિણામે ટાઈવાને ચાઈના ના વિમાન ને ફૂંકી માર્યું હતું. આ ઘટનામાં પાયલટ ઘાયલ થયો છે. જો આ ઘટના સાચી સાબિત થાય તો બંને દેશોને યુદ્ધનો સામનો કરવો પડી શકે છે ચીન છેલ્લા ઘણા દિવસોથી તાઇવાન એરસ્પેસમાં પોતાના લડાકુ વિમાન મોકલી રહ્યું છે. તાઇવાન એ ચીનની કોઈપણ હિમાકત માટે જડબાતોડ જવાબ આપવા માટે તેની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ચીનના કોઈપણ પ્રકારના આક્રમક વલણને પહોંચી વળવા માટે તાઇવાનનું નેવી અને એરફોર્સ એલર્ટ પર છે. ત્યારે આ ઘટના સૂચક મનાય છે.
