ચાઈના સતત ભારતીય બોર્ડર માં ઘુસણખોરી કરી રહ્યું છે તેમછતાં અગાઉ મોદીજી કહી ચુક્યા છે જે ચીન દ્વારા કોઈ ઘૂસણખોરી થઈ નથી તેવે સમયે સોનિયા ગાંધી વડાપ્રધાન ને સાચું બોલવા માટે જણાવી રહયા છે.
ગાલવાનમાં ભારતીય જવાનો અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર ને ભીંસ માં લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે પણ કેન્દ્ર સરકારને ઘણા સવાલ કર્યા હતા. તેમણે જારી કરેલા ત્રણ મિનિટના વીડિયો મેસેજમાં ભારત અને ચીન વિવાદનો ગંભીરતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ચીનના વલણ પ્રત્યે સરકાર જવાબદાર બને અને સ્થિતિ સામાન્ય કરે. રાહુલે પણ આ મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સોનિયા અને રાહુલે જણાવ્યું કે, જો ચીને આપણી જમીન ઉપર ઘૂસણખોરી કરી જ નથી તો આપણા જવાનો શહીદ કેવી રીતે થયા? રાહુલે પણ જણાવ્યું કે, પીએમ મોદી આ મુદ્દે સત્ય ઉજાગર કરે જે સાચું હોય, ઉલ્લેખનીય છે કે, ગાલવાનમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ‘શહીદો કો સલામ’ નામનું અભિયાન કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ચાઈના સતત ભારતીય સરહદ માં ઘૂસી રહ્યું છે.જે સેટેલાઈટ ઇમેજ માં સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે સરકાર અમુક વાત જણાવતી નહિ હોવાથી ગૂંચવાડો ઉભો થઇ રહ્યો છે.
