હાલ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે અને બન્ને પક્ષે મિલિટરી તૈનાત છે ત્યારે સાદા વસ્ત્રોમાં ચીની સૈનિકો સરહદ પાર કરીને ભારતીય સરહદ માં લદ્દાખના
એક સરહદી ગામમાં ઘૂસી જતા ગામલોકો એ જ આ ચીની સૈનિકો ને ખદેડી મુક્યાં હતા, ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે બની હતી. આ ગામ ન્યોમા વિસ્તારમાં આવેલું છે. ગામલોકો એ જણાવ્યું હતું કે ચીની સૈનિકો સાદા વસ્ત્રોમાં બે વાહનમાં ચાનતાંગ ગામે આવી પહોંચ્યા હતા અને પશુ ચરાવવા ગોવાળીયાઓ ને ત્યાં પશુ નહિ ચરાવવા જણાવી રહ્યા હતા જેથી થોડીવારમાં ગામલોકો ભેગા થઈ ભારે વિરોધ કરતાં ચીની સૈનિકોને પોતાની સરહદમાં પાછા વળવું પડયું હતું. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. પરંતુ આઇટીબીપી અને સરકારે આ ઘટના બની હોવાને કોઇ સમર્થન નથી આપ્યું. જોકે સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ ચાર-પાંચ દિવસ પહેલાં આ ઘટના બની હતી.
હકીકતે આ પહેલાં પણ અનેકવાર ચીની સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હોવાના અહેવાલો આવી ચૂક્યા છે. આ વર્ષે મે-જૂન મહિનામાં ચીની સૈનિકોઓ ગાલવાન અને પેંગોંગ સરોવર પ્રદેશમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો આવ્યા પછી સરકારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ચીની સૈન્ય મોટી સંખ્યામાં પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું. આમ ગામલોકો એ વિડીયો શેર કરીને ચીની સૈનિકો ભારતીય સરહદ માં વાહનો સાથે ઘુસી આવ્યા નો પુરાવો આપ્યો છે અને ગામલોકો એ જ તેઓ ને ખદેડી મુક્યા હોવાની વાત પણ કરી હતી.
