ભારતીય સેના એ લદાખ માં ચાઈનાઓ ની ઉંઘ હરામ કરી દીધી છે અને ભારત ના જોશીલા યુવાન મિલિટરી સૈનિકો ચીનીઓ ને પડકારી રહ્યા હોય હતાશ થઇ ગયેલા ચીની સૈનિકો અને તેમના ઓફિસરો એ ગપ્પા મારવાનું ચાલુ કરી દીધું છે, ભારતીય સેના ના સૂત્રો એ જણાવ્યું કે તાજેતરમાં જ ચીની મશીનરીએ એક અફવા ફેલાવી છે કે ચીની સૈનિકો એ એક પણ ગોળી ચલાવ્યા વિના ભારતીય સૈનિકોને બે પહાડો પરથી ખદેડી મુક્યા છે, તે વાત હાસ્યાસ્પદ અને ગપ્પુ છે. ભારતીય સેનાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ દાવો એકદમ પાયાવિહોણો છે અને ખોટો છે,ચીનીઓ દ્વારા આવા કોઈ વેપન્સ નો પ્રયોગ કરવામાં આવ્યો નથી અને ભારતીય ફોજ ના યુવાનો હજુપણ તેજ સ્થિતિ માં છે અને ત્યાંજ છે, જેઓ ચીનીઓ ને લલકારી રહ્યા છે.
છેલ્લા ઘણા મહિનાઓથી ચીન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. તમામ સ્તરની બેઠકો પણ યોજાઈ રહી છે. ત્યારે તમામ મોરચા પર નિષ્ફળ ગયા પછી પણ નાપાક હરકતમાંથી ઉચું નથી આવી રહ્યું.જેથી કપટી ચીન પોતાના પ્રોપગૈંડા મશીનરીનો વપરાશ કરીને સતત જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. ડ્રેગન એવી અફવા ફેલાઈ રહ્યું છે કે ચીની સૈનિકોએ એકપણ ગોળી ચલાવ્યા વગર ભારતીય સૈનિકોને બે ટેકરીઓથી ખદેડી દીધા છે, અને તેના પર કબ્જો જમાવી લીધો છે. આ મામલે ભારતીય સેના આ મામલે પ્રતિક્રિયા આપતાજણાવ્યું કે આ દાવો સંપૂર્ણ પણે જુઠ્ઠો અને પાયા વિહોણો છે.
અત્રે નોંધનીય છે કે આ પાયાવિહોણો દાવો બીજિંગ સ્થિત રેનમિન યુનિવર્સીટી માં આંતરાષ્ટ્રીય સંબંધના પ્રોફેસર જિન કૈનરોન્ગે ફેલાવ્યો હતો અને તેમણે જણાવ્યું છે કે ચીની સૈનિકોએ 29 ઓગસ્ટના રોજ ભારતીય સૈનિકો પર ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ (DEWs) ફાયર કર્યું હતુ. ચીની સૈનિકોના આ હુમલામાં ભારતીય સેનાના કબ્જા વાળી બે પોસ્ટનો માહોલ માઈક્રોવેવ ઓવન જેવો થઈ ગયો હતો. આ ઘાતક હથિયારનો વપરાશ બે પોસ્ટ પર કરવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર સૈનિકો ઉલ્ટીઓ કરવા લાગ્યા અને પોસ્ટથી પાછળ હઠી ગયા. આખરે PLAએ બન્ને પોસ્ટો પર ફરીથી કબ્જો જમાવી લીધો. ચીન ના આ નિવેદન સામે ભારતીય સેના એ જણાવ્યું કે આ દાવો તદ્દન ખોટો છે અને પાયા વિહોણો છે.અહીં કોઈ ભારતીય જવાન ભાગ્યો નથી અને જાન જશે તો પણ ભાગશે પણ નહીં.
