હાલ કોરોના એ દુનિયા આખી ને પ્રભાવિત કરી છે અને આજદિન સુધી કોઈ તેની દવા બનાવી શક્યું નથી અને કોરોના ની વેકસીન તૈયાર કરવા મોટા મોટા વૈજ્ઞાનિકો કામે લાગ્યા છે પણ હજુસુધી સફળતા મળી નથી ત્યારે ભારત ના ચેન્નાઇ ખાતેની એક આયુર્વેદ પ્રોડક્ટ કંપનીના ફાર્મસિસ્ટ અને પ્રોડક્સન મેનેજરે રસાયણોમાંથી કોરોના વાયરસનો ઉપચાર થઇ શકે તેવી દવા વિકસાવી હોવાનો દાવો કરી પોતેજ તૈયાર કરેલી દવા ગટગટાવી જતા તેમનું મૃત્યુ થઇ ગયુ હતુ. ૪૭ વર્ષીય આ ફાર્મસિસ્ટ કે.શ્રીનિવાસન પોતે પ્રમાણિત ઓફ્થામોલોજિસ્ટ છે. તેઓ આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ કંપની સુજાતા બાયોટેકમાં ફરજ બજાવતા હોવાની હકીકત પ્રકાશ માં આવી છે. કોરોના વાયરસ સારવાર માટે તૈયાર કરેલી વેકસીન નો અખતરો પોતેજ કરતા તેઓ બેભાન થઈ ઢળી પડતા તેમને હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી હતી. વિગતો મુજબ કંપનીના માલિક રાજકુમાર અને શ્રીનિવાસન એમ બંનેએ પોતે તૈયાર કરેલી કેમીકલ ફોર્મ્યુલા પુરા આત્મવિશ્વાસ સાથે ગટગટાવી હતી પરંતુ બંનેને તેની ભયંકર સાઈડ ઇફેક્ટ થઇ હતી.જોકે કંપની ના માલીક ડો. રાજકુમાર તો સારવાર બાદ બચી ગયા હતા પરંતુ કંપની ના મેનેજર ગુજરી ગયા હતા, કોરોના ની દવા અંગે બંને ખુબજ આશાવાદી હતા અને માન્યતા ધરાવતા હતા કે આ રસાયણ ફોર્મ્યુલા કોવિડ-૧૯ની સારવારમાં કામ આવી શકે તેમ છે.
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ગુરૂવારે બંને કોવિડ-૧૯ની સારવાર માટે નાઇટ્રિક ઓક્સાઇડ અને સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી વેકસીન તૈયાર કરવાના મુદ્દે ચર્ચા કરતા જોવા મળ્યા હોવાની વાત સામે આવી છે. કરવા મળ્યા હતા. તેઓ ને ખાત્રી હતી કે જો સફળતા મળશે તો કંપનીનો મોટો નફો થશે. બંને સાબુ અને પેટ્રોલિયમ રિફાનિંગમાં ઉપયોગમાં લેવાતું રસાયણ સોડિયમ નાઈટ્રેટ માંથી તૈયાર કરેલી દવા પી ગયા હતા પરંતુ તેની સાઈડ ઇફેક્ટ થઈ હતી અને મેનેજરે જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો.
હાલ કોરોના ની દવા શોધવાની હોડ જામી છે ત્યારે ઉટવૈદ્ય અખતરા કરતા લોકો માટે આ રેડ સિગ્નલ કિસ્સો છે.
