અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જે વિમાન નો ઉપયોગ કરે છે તેવા જ વિમાન માં હવે ભારતના વડાપ્રધાન મોદી સફર કરતા નજરે પડશે અને અત્યન્ત મોંઘા આ વિમાન ની ખાસિયતો પણ ટ્રમ્પ ના વિમાન માં છે તેવી જ છે અને આ વિમાન પીએમ મોદી ઉપયોગ માં લેશે.
આ વિમાન ની જાણકારી આપીએ તો આ બોઈંગ 777-300ER છે, જેને અમેરિકન કંપની બોઈંગે તૈયાર કર્યું છે. જો કે, ટ્રમ્પ પાસે જે વિમાન છે, તે બોઈંગ 747 છે, પરંતુ આ બન્ને વિમાનોમાં મોટાભાગે એક સરખી સુવિધા જોવા મળે છે.
ભારતે ત્રણ વિમાન ખરીદ્યા છે, જેમાંથી બે વીવીઆઈપી છે. જેમાંથી એક વિમાન આ સપ્તાહે આવી જશે. ભારતમાં ત્રણ લોકો વીવીઆઈપી છે. પહેલા રાષ્ટ્રપતિ કોવિંદ, બીજા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને ત્રીજા વડાપ્રધાન મોદી છે જેઓ હવે આધુનિક વિમાનો માં સફર કરતા નજરે પડશે.
દિલ્હીમાં પાલમ એરપોર્ટ પર એરફોર્સની એક સ્ક્વાડ્રન છે, જેને એર હેડક્વાર્ટર કોમ્યુનિકેશન સ્ક્વાડ્રન અથવા વીવીઆઈપી સ્ક્વાડ્રન પણ કહેવાય છે. આ સ્ક્વાડ્રનમાં એવા જ વિમાન સામેલ થાય છે, જે વીવીઆઈપીને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વિઝીટ માં ઉપયોગ કરવામાં આવે છે.
