દેશમાં મોંઘવારી આસમાને છે ક્રૂડના ભાવો ઘટે તોપણ હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા નથી વિરોધ પક્ષો વિરોધ કરે કે ન કરે કોઈ ફરક પડતો નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવો જ્યારથી આસમાને પહોંચ્યા છે ત્યારથી મોંઘવારી આંટો લઈ ગઈ છે અને દરેક વસ્તુના ભાવો વધી ગયા છે.
હાલ સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલના ભારતીય બાસ્કેટના ભાવ બેરલદીઠ 88 ડોલરની 3 મહિનાની નીચી સપાટીએ આવી ગયા હોવાછતાં ભાવ ધટાડો થતો નથી.
આ અગાઉ 9 જૂને 121.28 ડોલરની 10 વર્ષની સર્વોચ્ચ સપાટીએ હતા તે વખતે તા. 9 જૂને દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 89.62 રૂપિયે લિટર ભાવ હતો પણ હવે ક્રૂડ સસ્તું થઈ ગયું હોવાછતાં તા.8 સપ્ટેમ્બરે પણ આ જ ભાવ અમલમાં હતો. મતલબ કે ક્રૂડ 27.44% સસ્તું થવા છતાં જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ રાહત મળી શકી નથી.
અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રૂડ 94.07 ડોલરે હતું ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરના 95.41 રૂ. હતો. પછી રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડના ભાવ વધતા રહ્યા. 9 જૂન સુધીમાં ક્રૂડ 28% મોંઘું થયું પણ 10 ફેબ્રુ.થી 10 માર્ચ દરમિયાન વિધાનસભા ચૂંટણીને પગલે ભાવ સ્થિર રહ્યા. 22 માર્ચ પછી 6 અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલ 14 વખત ભાવવધારા સાથે 10 રૂ. મોંઘાં થયા હતા.
એક્સપર્ટનું માનીએ તો તેઓનું કહેવું છે કે હાલના ક્રૂડના જે ભાવ છે તે જોતા પેટ્રોલ-ડીઝલના ભાવો 3 થી 4 રૂપિયા ઘટવો જોઈએ પણ એવું થયું નથી.
આંતરરાષ્ટ્રીય બજારની વર્તમાન સ્થિતિ સંકેત આપે છે કે આગામી અઠવાડિયામાં ક્રૂડના ભાવ હજુ ઘટશે. દિવાળી સુધી બ્રેન્ટ ક્રૂડ 80 ડોલર સુધી આવવાની શક્યતા છે ત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 3-4 રૂપિયા પ્રતિલિટર સુધી ઘટવા જોઈએ પણ હાલની સ્થિતિ જોતા ક્રૂડના ભાવમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટયા નથી તે જોતા દિવાળી ઉપર પણ ક્રૂડના ભાવમાં હજુ ઘટાડો થવાની વાત છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ધટાડો થશે કે કેમ ?તે પણ એક સવાલ છે તેમ જાણકારો નું માનવું છે.