જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ભાંગફોડ સર્જી રહયા છે અને અવારનવાર સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતી રહે છે ત્યારે વધુ બે આતંકવાદીઓ એકાઉન્ટર માં ઠાર થયા છે.
શ્રીનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે.
બંને સ્થાનિક આતંકવાદી હોવાની ઓળખ થઈ છે.
સુરક્ષા દળો એ આતંકીઓ પાસે રહેલો હથિયાર અને દારૂગોળો કબ્જે કર્યો છે.આ સિવાય કેટલુક વાંધાજનક સાહિત્ય પણ મળી આવતાહસ્તગત કરવામાં આવ્યુ છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, બંને આતંકવાદીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ માં સામેલ હતા અને કેટલાક નાગરિકોની હત્યા પાછળ પણ તેનો હાથ હતો.