જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે ભુકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો
આજે મંગળવારે સવારે લગભગ 7.30 વાગ્યે લેહની ઉત્તર દિશામાં ધરા ધ્રૂજી ઉઠી હતી.
ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના અલ્ચી (લેહ)ના ઉત્તરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 7.29 વાગ્યે આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
જોકે,સદનસીબે કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી