જમ્મુ અને કાશ્મીર માં ગત સાંજે આતંકવાદી હુમલો થયા બાદ સુરક્ષા દળો અને પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી અને એકશન મોડ ઉપર હતી.
દરમિયાન આજે અહીં નાનગરોટા વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે સર્જાયેલી અથડામણ માં બે આતંકવાદીઓ ને ઠાર કરાયા હતા. એન્કાઉન્ટર સવારે 5 વાગ્યે થયું હતું ,જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નગરોટાના બાન વિસ્તારમાં ટોલ પ્લાઝા નજીક આતંકીઓ અને સૂરક્ષાકર્મીઓ વચ્ચે સવારે 5 વાગે સામસામે ફાયરિંગ થયું હતું.
જમ્મુ જિલ્લા પોલીસ પ્રમુખ એસએસપી શ્રીધર પાટિલે જણાવ્યું કે લગભગ 5 વાગે કેટલાક આતંકવાદીઓએ નગરોટા વિસ્તારમાં બાન ટોલ પ્લાઝાની પાસે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તે એક ગાડીની પાછળ છુપાયેલા હતા. સુરક્ષાના કારણોસર પોલીસે નગરોટાના નેશનલ હાઈવેને બંધ કર્યો છે. આ ઓપરેશનમાં CRPF અને SOG ના જવાનો એ આતંકવાદીઓ ને લલકાર્યા હતા.
