જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ને ઠાર કરવા મારવા નું અભિયાન ચાલુ રહ્યું છે અને દેશ વિરોધી પ્રવુતિ કરી રહેલા ત્રાસવાદીઓ ને શોધીને શોધીને ઠાર મારવામાં આર્મી અને પોલીસને સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જAK-47 રાઈફલ અને 2 પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા હતા. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકી ઠાર મરાયા છે. આમ એકપછી એક આતંકવાદીઓ ઢેર કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
