જમ્મુ-કાશ્મીર માં આતંકીઓ ની ગતિવિધિ ચાલુ રહેવા પામી છે અને સુરક્ષા દળો સાથે સતત સંઘર્ષ જારી છે ત્યારે આજે પણ આતંકીઓ અને ભારતીય સેના ના જવાનો વચ્ચે મુઠભેડ સર્જાઈ હતી જેમાં પુલવામાના તિકેન વિસ્તારમાં આજે બુધવારે વહેલી સવારે સેના સાથે અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. તેમની હજી સુધી ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ દરોડા પાડ્યા હતા, ત્યારે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર કરાયા હોવાનું સેના ના સૂત્રો એ જણાવ્યું હતું.
