જમ્મુ-કાશ્મીર માં આતંકી હુમલાઓ ચાલુ રહ્યા છે અને અહીંના કાકાપોરામાં આતંકવાદીઓએ ફરી આજે સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં આતંકવાદીઓ પોતાનું નિશાન ચુક્યા હતા અને સુરક્ષા જવાનો ને બદલે 12 જેટલા સ્થાનિક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા . આતંકવાદીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ તેમનું લક્ષ્ય ચૂકી ગયો હતો અને તે રસ્તા પર જ ફૂટ્યો હતો.
સત્તાવાર નિવેદન માં જણાવાયુ છે કે ગ્રેનેડ વિસ્ફોટમાં 12 નાગરિકોને ઈજા પહોંચી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તાર ઘેરી લીધો છે અને હુમલો કરનારાઓની સઘન શોધખોળ ચાલુ કરી દીધી છે. આમ આતંકીઓ દ્વારા કરવામાં આવતા હુમલા નો ભોગ સ્થાનિક નાગરિકો જ બની રહ્યા છે.
