અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ ન્યૂડ ફોટોશૂટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિનેતાની નગ્ન તસવીરો સામે આવી ત્યારથી તે ટ્રોલ થઈ રહ્યો હતો. એટલું જ નહીં તેના પર અનેક પ્રકારના મીમ્સ પણ વાયરલ થવા લાગ્યા. પરંતુ હવે આ મામલે અલગ જ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
રણવીર સિંહ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા વિરુદ્ધ ફરિયાદમાં રણવીર સિંહ પર ‘મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો’ આરોપ લગાવવામાં આવ્યો છે. રણવીરની આ ન્યૂડ તસવીરો સામે આવી ત્યારથી તે વિવાદોમાં છે. આ ફોટોશૂટ વાયરલ થયા બાદ હવે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. અભિનેતાની તસવીરો પર સવાલ ઉઠાવતા સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ અબુ આઝમીએ ટ્વિટ કર્યું. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જાહેરમાં નગ્ન થવું એ ‘કલા’ અને ‘સ્વતંત્રતા’ છે, તો પછી હિજાબ પહેરવાનું ‘દબાણ’ કેમ છે?