હાલ મોઘવારી વધી છે અગાઉ જે ખાનગી કંપનીના પગાર હતા તે અગાઉના સમયની મોંઘવારીને અનુરૂપ હતા અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે અને જૂના પગારમાં અત્યારની વર્તમાન સ્થિતિ માં ઘર ચાલી શકે નહિ તેવે સમયે હવે દરેક ક્ષેત્રમાં પગાર વધ્યા છે ત્યારે અગ્રણી વૈશ્વિક વ્યાવસાયિક સેવા કંપની એઓનના ભારતમાં તાજેતરના પગારવધારાના સર્વે અનુસાર ભારતમાં પગારવધારો ૧૦.૪ ટકા વધવાની ધારણા છે, જે ૨૦૨૨માં આજની તારીખે ૧૦.૬ ટકાના વાસ્તવિક વધારાની સરખામણીમાં થોડો ફેરફાર છે, જ્યારે ફેબ્રુઆરીમાં ૯.૯ ટકાનો વધારાનો અંદાજ મૂક્યો હતો જેની સરખાણીમાં વધારે છે.
ભારતના ૪૦થી વધુ ઉદ્યોગોના ૧૩૦૦ કંપનીઓના ડેટાનું વિશ્લેષણમાં આ વાત સામે આવી છે અને ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એટ્રિશન રેટ ૨૦.૩ ટકાના દરે ઊંચો રહ્યો છે, જે ૨૦૨૧માં નોંધાયેલા ૨૧ ટકા કરતાં નજીવો ઓછો છે. આ વલણ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેવાની ધારણા છે, એવું સર્વેમાં નોંધ્યું છે.
વૈશ્વિક મંદીના પ્રકોપ અને અસ્થિર સ્થાનિક ફુગાવા છતાં ભારતમાં ૨૦૨૩ માટે પગારવધારાનો અંદાજ બે આંકડામાં વધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી નોકરીમાં સેફ નોકરિયાતને ઊંચો પગાર મળે છે અને મોઘવારી ભથ્થા વગરે મળે છે પણ ખાનગી નોકરી કરતા કર્મચારીઓના પગાર વધતા નથી અને વધુ કામ લઈ તેની સામે પૂરતું વળતર મળતું નહિ હોય ઘર ચલાવવામાં ફાફા પડે છે ત્યારે હવે મોઘવારી મુજબ પગાર વધારા માટે માંગ ઉઠતા હવે કેટલીક કંપનીઓ દ્વારા પગાર વધારો કરવો પડ્યો છે તોજ બન્ને પક્ષે ફાયદો થતો હોવાનું જણાયું છે.